મારા મતે

મિત્રો, દરેક વ્યક્તિ ને પોતાના વ્યક્તિગત વિચારો હોય છે. પણ યોગ્ય પ્લેટફોર્મ ના મળવાને કારણે ઘણા લોકો પોતાના વિચારો અથવા સંશોધનોને માત્ર સંઘરી રાખે છે.પરંતુ આજના આધુનિક યુગની વાત કરીએ તો વિચારોને પ્રદર્શિત કરવા માટે ઈન્ટરનેટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. જેમાં પોતાના બ્લોગ એકાઉંટ દ્વારા આપ આપના વિચારોને વિશ્વ સમક્ષ રજુ કરી શકો છો.

શુક્રવાર, 29 જુલાઈ, 2011

સફળતા અને ટીકા

          સફળ વ્યક્તિઓએ સૌથી મોટી સજ્જનતા કેળવવાની હોય તો તે છે...ટીકાકારોનો સામનો કરવાની.
            ટીકાખોરો એમની માત્ર ટીકા જ કરતા નથી પરંતુ એ ટીકાને વધુ માં વધુ જાહેર અને જાણીતી કરવાની કોશીશ પણ કરે છે. કોઈકવાર કાનાફૂસીથી, કોઈકવાર છાના છપની રીતે તો કોઈકવાર ખોટો રસ્તો અજમાવીને પણ તે પોતાના નીન્દારાસને તૃપ્ત કરતો હોય છે. આવી વ્યક્તિનું લક્ષ્ય જ બીજા વ્યક્તિની ટીકા કરવાનું હોય છે. અને તેથી એ સમય જતા પોતાના જ ટીકાકારો થી ઘેરાઈ જતો હોય છે.
                 ઓછામાં ઓછો પરિશ્રમ કરનારાઓ ટીકા કરવાનો વધુ ને વધુ શ્રમ લેતા હોય છે. મનમાં વેર અને ઝેર રાખનારાઓ એને વધારવા માટે નિંદાનો ઉપયોગ કરતા હોય છે. આગળ વધી ગયેલી વ્યક્તિને પાછા પાડવાની શક્તિ ના હોય, ત્યારે તેની આલોચના કરીને એને પછી પાડવાનો વ્યર્થ પ્રયાસ કરતા હોય છે. દરેક વ્યક્તિએ પણ આવા ટીકાની ઉપેક્ષા કરવી જોઈએ. એમની રુગ્ણ મનોવૃત્તિ પરત્વે દયા ખાવી જોઈએ. એમની માનશીક દુર્દશા માટે સહાનુભુતિ કેળવવી જોઈએ. અને ટીકાકારોને જવાબ આપવાનો સૌથી મોટો જવાબ એક જ હોય છે...કે પ્રગતીના પથ પર વધુ ને વધુ આગળ વધવું...

મંગળવાર, 26 જુલાઈ, 2011

દેવ અને રાક્ષસ

 દેવ અને રાક્ષસ ની વ્યાખ્યા શું..?
અશુદ્ધ પૈસો + અશુદ્ધ ભાવના + દૃષ્ટ કાર્યો  =  રાક્ષસ
કોઈપણ પ્રકાર નો પૈસો + પરમાર્થ ભાવના + શ્રેષ્ઠ કાર્યો = દેવ

શનિવાર, 23 જુલાઈ, 2011

આપના બ્લોગ માં ધ્યાન રાખવા જેવી બાબતો વિષે જાણો

આપના બ્લોગ માં ધ્યાન રાખવા જેવી બાબતો વિષે વધુ જાણો ... http://netjagat.wordpress.com/2010/03/06/code-and-conduct-of-the-blogger/#comment-190

ઓન લાઈન રેડીઓ

મિત્રો, ઓન લાઈન રેડીઓ સાંભળો. માત્ર એક ક્લિક પર. http://sheetalsangeet.com/

ચાંદની

કેટલી મદહોશ લાગે ચાંદની,
પ્રેમનો આગોશ લાગે ચાંદની.
દાગ આ કાળા તને ક્યાંથી થયા?
બેવફાનો દોષ લાગે;…….ચાંદની !
હો જખમ તો તું તરત મરહમ થતી,
મુજને તો, પાડોશ લાગે ચાંદની.
હું સફરમાં કોક દી’ થાકી જતો,
તું નવો કો’ જોશ લાગે ચાંદની.
કો’ અષાઢી સાંજે તું દીશે નહીં,
તારો મુજને સોસ લાગે ચાંદની.
સીરમીટી જંગલે હું રીબતો!
લીલા પાને ઓશ લાગે ચાંદની..

શુક્રવાર, 22 જુલાઈ, 2011

સફળતાનો આધાર

વિશ્વમાં સૌથી પ્રબળ જો કઈ હોય તો તે છે વિચાર, અને તે વિચાર નો અમલ આપણે કઈ રીતે કરીએ છીએ તેના પર આપણી સફળતા નક્કી થયેલ હોય છે. જે વ્યક્તિ પોતાના વિચારોને કેળવવા તત્પર ના રહે તે હંમેશા હારેલો, થાકેલો, અને દુઃખી જ રહેવાનો.

આ સૂત્ર સાથે તાલમેલ રાખીને ચાલીયે તો સફળતા ચોક્કસ મળશે જ.


જો સાથે સાથે આત્મવિશ્વાસ પણ હોય તો તમને સફળ થતા કોઈ નહિ રોકી શકે.

વિચારો અને ધનવાન બનો

તમને વિચાર આવશે કે શું માત્ર વિચારવાથી જ ધનવાન બને શકાય ખરું. હા મિત્રો, માત્ર વિચારવાથી જ ધનવાન બની શકાય... પણ શું વિચારો તો ધનવાન થવાય તે સમજવું ખુબ જ જરૂરી છે.

પહેલા એક ઉદાહરણ થી સમજીએ :

આપણી પાસે એક ખેતર છે. જેમાં અલગ અલગ પ્રકારનું અનાજ ઉગાડીએ છીએ. તે ઉગાડવા માટે અલગ-અલગ સામાનની જરૂર પડે. પણ જો તેમાં આકડો વાવીએ તો ક્યારેય તેમ આંબો નથી ઉગવાનો. એ જ રીતે કુદરતે આપણને જમીન રૂપે દિમાગ આપ્યું છે. જેમાં મન - વિચાર, જેવા હથિયારો આપ્યા છે. આ હથિયારો માં સૌથી શક્તિ શાળી હથિયાર છે વિચાર.

વિચારો દ્વારા તમે તમારું લક્ષ્ય નક્કી કરી શકો છો. જો વિચારો જ નહિ આવે તો લક્ષ્ય નક્કી નહિ થાય. અને જો જીવનનું લક્ષ્ય ના હોય તો જીવન માત્ર જીવવા ખાતર જ જીવી લેવા જેવું થાય છે.

માણસની ભૂખના પ્રકાર.

 
૧. પેટની ભૂખ.         -    ખોરાક દ્વારા પૂરી થાય.
૨. પ્રેમની ભૂખ         -    લાગણી દ્વારા પૂરી થાય.
૩. પ્રસંશાની ભૂખ     -   પરિવાર અને સમાજ દ્વારા.
૪. પ્રસીદ્દ્ધીની ભૂખ -   પોતે સ્વયમ જ પૂરી કરી શકે છે.
૫. પૈસાની ભૂખ        -   પોતે સ્વયમ જ પૂરી કરી શકે છે.

ગુરુવાર, 21 જુલાઈ, 2011

સ્વાર્થ

આ દુનિયાનો  દરેક  વ્યક્તિ  પોતાના  સ્વાર્થ  સિવાય  અન્ય  કશું  જ  વિચારતો નથી.
જ્યાં તેનો સ્વાર્થ ના હોય ત્યાં તે રહેતો પણ નથી. પણ મિત્રો. સ્વાર્થના  બે પ્રકાર છે.

. શુદ્દ્ધ  સ્વાર્થ     . અશુદ્દ્ધ સ્વાર્થ

હવે પછી આ બંને વિશે ચર્ચા કરીશું.

આપ પણ આપના મત અહી આપી  શકો છો.

બુધવાર, 20 જુલાઈ, 2011

હા અમે ગુજરાતી


સફળતાનો પીન કોડ ગુજરાતી ,
સૌ સમસ્યા નો તોડ ગુજરાતી ,
કૈક અચ્છો...કૈક અળગો ગુજરાતી ,
એકડાનો  કરે બગડો ગુજરાતી ,
નમ્રતાનું બોનસ ગુજરાતી ,
સિદ્ધિઓ ની વડવાઈ ગુજરાતી ,
લોટો લઇ દઈ દે ઘડો એ ગુજરાતી,
વખત પડે ત્યાં  ખાડો ગુજરાતી ,
દુશ્મનને પડે ભારે ગુજરાતી,
ફાફડા, ઢોકળા, ધરી, ગુજરાતી ,
હરકદમ પર વેલકમ ગુજરાતી ,
મહેમાનનું પહેલું પતરાળું ગુજરાતી,
છેલ્લે જ પોતાનું વાળું ગુજરાતી ,
ગાંધી, મુનશી, સરદાર ગુજરાતી ,
ક્ષિતિજ ની પેલે પર ગુજરાતી ,
હા અમે ગુજરાતી , હા અમે ગુજરાતી ,