મારા મતે

મિત્રો, દરેક વ્યક્તિ ને પોતાના વ્યક્તિગત વિચારો હોય છે. પણ યોગ્ય પ્લેટફોર્મ ના મળવાને કારણે ઘણા લોકો પોતાના વિચારો અથવા સંશોધનોને માત્ર સંઘરી રાખે છે.પરંતુ આજના આધુનિક યુગની વાત કરીએ તો વિચારોને પ્રદર્શિત કરવા માટે ઈન્ટરનેટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. જેમાં પોતાના બ્લોગ એકાઉંટ દ્વારા આપ આપના વિચારોને વિશ્વ સમક્ષ રજુ કરી શકો છો.

શનિવાર, 13 ઑગસ્ટ, 2011

આપણાં ( ભારત ) દેશની એકતા કેટ્લી આભાસી કેટલી પોકળ અને ભ્રામક ?

આપણે સૌએ જોયું કે ચૂંટણીની જાહેરાતે પ્રાદેશીક પક્ષો મધ્યસ્થ સંગઠનમાંથી છેડો ફાડી 
પોતની અલગ મહત્તા સિધ્ધ કરવા મચી પડેલા અને કોઈપણ હોદાની ગરિમા જાળવ્યા સિવાય 
 આવા પક્ષો પ્રચાર દરમિયાન હલકામાં હલકી કક્ષાએ ઉતરી આવેલા જે નિસંદેહ સાબિત કરે છે કે
પ્રાદેશિક નેતાઓ વિવેક બુધ્ધિ હીન છે .અલબત્ત મધ્યસ્થ પક્ષોના પણ કેટલાક કહેવાતા સ્ટાર પ્રચારકો પણ આવી વ્યક્તિગત ટીકાઓથી પર રહી શકયા નહિ હતા. સમગ્ર રીતે જોવામાં આવે તો 
કોઈ પણ પક્ષ સમગ્ર દેશમાં પોતાનો પ્રભાવ પાથરી શકવા સમર્થ બન્યો નથી.
આઝાદી બાદના પ્રથમ દસેક વર્ષો બાદ કરીએ તો ક્યારેય આ દેશે એકી અવાજે એકતા પ્રદર્શિત કરી હોય તેવું જણાતું નથી. અને કદાચ એટલે જ એક ઉક્તિ પ્રચલીત થયેલ છે કે ભારત એક એવો દેશ છે કે જેમાં “વિવિધતામાં એકતા” સમાયેલી છે. પરંતુ આ ઉક્તિ ખરેખર સત્ય છે ખરી ?
આપણી સંસ્કૃતિ અને આપણાં દેશનો ઈતિહાસ 5000 વર્ષથી પણ જૂનો ગણવામાં આવી રહ્યો છે. 
ત્યારથી તે આજ સુધી આપણે ક્યારે ય એક હતા ખરા ?
વિભાજન અને અલગતા આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું એક આગવું અને અવિભાજ્ય લક્ષણ રહ્યું છે. 
જો બરાબર અભ્યાસ કરી ચકાસવામાં આવે તો વિભાજન આપણી ગળથુથીમાં/લોહીમાં જ છે.
ચાર વર્ણોની વાત જેવા કે ક્ષત્રિય-વૈશ્ય્-બ્ર્હામણ-અને શુદ્ર તેની સાબિતી છે. 
અને આ વર્ણ પણ વ્યકતિના જન્મથી જ નક્કી થતા રહ્યા છે- કર્મોથી નહિ. 
કાળ ક્ર્મે આ વર્ણોના પણ અનેક વિભાજન  જ્ઞાતિને નામે થયા.
તેની પણ પેટા જ્ઞાતિ અને એ રીતે ઉતરતા ક્રમમાં અનેક પેટા જ્ઞાતિઓ ઉમેરાતી ગઈ 
અને આ રીતે છેક તળીયાના લોકો સુધી જ્ઞાતિને નામે વિભાજન થતું રહ્યું. એક બાજુ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિનું સર્જન થઈ રહ્યું હતુ તો તેની બીજી બાજુ ઋષિ પ્રથા ખત્મ થઈ રહી હતી 
અને ગુરૂ પ્રથા અસ્તિત્વમાં અવી રહી હતી.
આ ગુરૂ પ્રથાએ કાળક્ર્મે ગૂરૂઓના સ્થપિત હિતો પેદા કર્યા 
પરિણામે  ગુરૂઓએ પોતાનો વ્યક્તિગત પ્રભાવ સમાજ ઉપર પાથરવા અનેક સંપ્રદાયો ઉભા કર્યા અને સંપ્રદાયમાં જોડાયેલા અનુયાયીઓમાં થી એક પણ છટકી ના જાય 
માટે કંઠી બંધાવાની પ્રથા ગુરૂઓએ ચાલુ  કરી. 
ઉપરાંત દરેક સંપ્રદાયોના ગુરૂઓ દ્વારા ઈશ્વરના અલગ અલગ સ્વરૂપ રજૂ કરી 
લોકોમાં શ્રધ્ધાને બદલે અંધ શ્રધ્ધા અને ચમત્કારોનો આવિષ્કાર કરવા-કરાવવામાં આવ્યો.
જે કોઈ વ્યકતિ કોઈ સવાલ કરે કે શંકા ઉઠાવે તેને સંપ્રદાયનો દ્રોહી ગણાવી બહાર કરી 
સામાજિક રીતે પણ તેનો બહિષ્કાર  શરૂ કરાવવામાં આવ્યો. જ્ઞાતિના રીત-રિવાજો 
અને રૂઢિથી વિરૂધ્ધ વર્તન કરનારને જ્ઞાતિ  બહાર કરવામાં આવ્યા અને 
આમ જ્ઞાતિ અને સંપ્રદાયની વાડા બંધીની પકડ મજબૂત બનાવવામાં આવી.
સંપ્રદાયના વડાઓમાં મતભેદ કે અહમના ટકરાવ થતા 
જે તે સંપ્રદાયનું વિભાજન કરી નવો સંપ્રદાય સ્થપાવા લાગ્યો ! 
 અને કેટલાક સંપ્રદાયોની ગાદી મેળવવા ગુરૂઓની હત્યા કરવા કે કરાવવાનો
સીલસિલો પણ ચાલુ થયાનું જોવા મળે છે.
આ સંપ્રદાયોનું વેપારી કરણ થતાં અને અબજો રૂપિયાની ધન રાશિ એકઠી થતાં 
આ વગર રોકાણનો ધંધો થઈ પડેલો જણાતાં કેટલાક લેભાગુઓ 
એ પણ પોતાના સંપ્રદાયો શરૂ કરતા આ સંપ્રદાયોની સંખ્યા 
આજની તારીખે 30000/- ત્રીસ હજારને પણ આંબી ગઈ છે 
અને હજુ પણ નવા સંપ્રદાયો અને મંદિરો બની જ રહ્યા છે.
આ સંપ્રદાયોના 30000/- ત્રીસ હજારથી પણ વધુ વડાઓ 
અને તેમના કહેવાતા પટ્ટ શિષ્યો અને તેમની શાખાઓના વડાઓ  
અને તેમના પટ શિષ્યો અને  શિષ્યો વગેરે મળી અંદાજે 5000000/- પચાસ લાખ 
વયક્તિઓ કોઈ પણ પ્રકારની કામગીરી કર્યા વગર સમાજ ઉપર પરાવલંબી 
બની માત્ર દાન્-ધર્માદાની આવક ઉપર જીવન ગુજારનાર આળસુ અને પ્રમાદી  બની રહ્યા છે  
અને આ લોકોને આપણૉ સમાજ અંધ શ્રધ્ધાને કારણે આજે પણ પોષી રહ્યો છે !
વિભાજીત સમાજના કારણો તરફ પાછા ફરીએ તો અને તે માટે આપણૉ પુરાણો ઈતિહાસ 
તપાસવામાં આવે તો એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આપણૉ દેશ રામ કે કૃષ્ણના સમયમાં પણ એક નહિ હતો. એકતા સ્થાપવા અને સિધ્ધ કરવા વારંવાર જે તે સમયના પ્રબળ રાજવીઓ એ પોતાનુ પ્રભુત્વ સ્થાપવા અને અન્ય રાજ્યો પાસે સ્વીકાર કરાવવા અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવતા  
અને એક ચક્રી શાસન સ્થાપી ચક્રવર્તી રાજાનું બિરૂદ મેળવતા રહેતા. 
પરંતુ તક મળતાં જ આવા જીતેલા પ્રદેશોના રાજવીઓ ચક્રવર્તી શાસકની 
ધુંસરી ફગાવી ફરીને  સ્વતંત્ર બની  બેસતા. અર્થાત જ્યાં સુધી મધ્યસ્થ રાજવી મજ્બૂત અને પ્રભાવી હતો ત્યાં સુધી રાજ્યો એક છ્ત્ર નીચે રહેતા હોવાથી એકતાની ભ્રમણા  ઉભરતી 
પણ સમયે સમયે સાબિત કરી આપ્યું છે કે આ ધરાર ઉભી થતી  
કે થયેલી એકતા આભાસી અને છેતરામણી હતી !
ગુપ્ત વંશ, મોર્ય વંશ ,મુસલમાનો કે મોગલો દરેકના સમય ગાળામાં 
આવી જ છેતરામણી કે આભાસી પરિસ્થિતિ પ્રવર્તતી જોવા મળે છે. 
અને છેલ્લે અંગ્રેજોના સમય કાળ દરમિયાન મજબૂત અને અસરકારક સત્તાધીશોને કારણે અને તેમના પ્રયાસોથી આ દેશ લાંબા સમય સુધી એક બની રહ્યો તેમ છતાં ત્યારે
પણ 600/- છ્સો થી વધારે રજવાડાઓ તો અસ્તિત્વમાં હતા જ્ .
 આમ દરેક સમય દરમિયાન  સામાજિક્ કે ભાષાકીય રીતે 
એકતા વાસ્તવમાં આભાસી જ બની રહી 
અને ક્યારેય ભાવનાત્મક એકતા સ્થપાય હોય તેવું જણાતું નથી.
આ વિભાજિત માનસિકતાનો લાભ અંગ્રેજોએ બહુ જ ચાલાકી લીધો 
અને ધર્મને નામે હિન્દુ અને મુસલીમને સામ સામે ગોઠવી સ્વતંત્રતા આપતા પહેલાં બે દેશ તરીકે આપણને  વિભાજીત કર્યા જેના કુ ફળ આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ !
આ વિભાજનની સહમતિ આપનારા જે તે સમયના રાજકારણીઓને જ જવાબદાર ગણવા રહ્યા.
તેમ છતાં એકતાનું પરિબળ મજ્બૂત ના બને તે માટે રાજકારણીઓ કરતાં પણ 
મારા મતે આ દેશના સાધુ-સંતો એ મોટો ભાગ ભજવ્યો છે. દુનિયાના કોઈ પણ દેશમાં ના હોય તેટલા સંપ્રદાયો અને દરેકનો ઈશ્વર અલગ અલગ !
તે છેક તળીયા સુધી અર્થાત વર્ણ બાદ જ્ઞાતિ-પેટા જ્ઞાતિ તેની પણ પેટા જ્ઞાતિ અને 
એક જ જ્ઞાતિ હોવા છતાં દરેક પરિવારનો ઈશ્વર –કૂળ દેવતા કે કૂળ દેવી –અલગ અલગ !
ઉદાહરણ તરીકે બ્રાહ્મણની 84 જ્ઞાતિ ગણાવામાં આવે છે અને અનેક પેટા જ્ઞાતિઓ અને 
તેના અલગ અલગ ગોત્રો અને તેથી તમામના ઈશ્વર પણ અલગ અલગ ! 
તેવું જ ક્ષત્રિય  વૈશ્ય અને શુદ્રો માટે ! 
જ્ઞાતિ એક હોવા છતાં ગોત્રને નામે કે અન્ય માન્યતાઓને કારણે તમામનો ભગવાન તો અલગ અલગ જ !
આમ કોઈ પણ કક્ષાએ પ્રજા ક્યારેય એક થઈ જ ના શકે તેવી કુનેહ અને ચાલાકીથી કરવામાં  આવેલી ગુંથણી જોવા મળે છે. 
અને તેને ધાર્મિકતા/ આધ્યાત્મિકતાના વાઘા શીફતથી પેરાવી દેવામાં આવ્યા છે અને જો કોઈ આનો અસ્વીકાર કરે કે ટીકા કરે તો જ્ઞાતિ જ તેનો બહિષ્કાર કરે એટલી મજ્બૂત પકડ સાધુ-સંતોએ સમાજના મોટા ભાગના લોકો ઉપર મેળવી લીધેલી જણાય છે.
આવા વિરોધ સુર ઉચ્ચારનારાઓને નાસ્તિક જેવા લેબલો પણ આપવામાં આવતા જણાય છે.
આ સંપ્રદાયના વડાઓને પોતાના સંપ્રદાયની ઓળખ માટે અનુયાયીઓ પાસે  ઈશ્વરના  નામને જોડી /સાંકળી સુત્રોચ્ચાર કરાવવા કુનેહ પૂર્વક ચાલાકી થી તૈયાર કર્યા છે.
જેનો ઝ્નૂન પૂર્વક અમલ થતો આપણને જોવા મળે છે.

સંપ્રદાયોના વડાઓ એ પોતાની આગવી ઓળખ ઉભી કરવા પોતા માટે અને ચુસ્ત અનુયાયીઓ માટે વિશિષ્ટ વેશ ભૂષા ડીઝાઈન કરી છે અને તે જ ધારણ કરતા રહે છે.
કે જેથી સમૂહમાંથી પણ તેમને અલગ ઓળખ મળી રહે !
તે જ રીતે અનુયાયીઓને પણ સુત્રો પોકારતા કરવામાં આવ્યા. 
જે મ કે સવારમાં જાગૃત થતા કે બહાર જતાં, ઘેર પરત આવતાં કે. 
કોઈપણ વ્યકતિને મળતા -જુદા પડતા, 
સૌ પ્રથમ પોતાની અને 
પોતાના સંપ્રદાયની-જ્ઞાતિની ઓળખ ઈશ્વરના નામને જોડી મોટેથી ઉચ્ચારવાની શરૂ કરાવવામાંઆવી. જેવી કે “જય શ્રી કૃષ્ણ” , “જય સ્વામીનારાયણ”,  “જય જિનેન્દ્ર,” 
 “જય માતાજી,”  “જય આશાપુરા,”  “જય ખોડિયાર,”  “જય હાટકેશ,”  “જય યોગેશ્વર,” 
 “નમો નારાયણ,”  “મહાદેવ હર”
 વગેરે વગેરે જેમાં ઈશ્વરના નામ્ કરતાં સંપ્રદાયોની  તેમજ જ્ઞાતિની  ઓળખ વ્યકત કરવાનો સભાન અને મુખ્ય હેતુ છુપાવી ભક્તોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે 
જે હવે ખુલ્લુ રહસ્ય ( OPEN SECRET ) બની ચૂકયું છે ! 
અને આપણે હૈયા ફૂટેલ આવા કહેવાતા સાધુ- સંતોની ધાર્મિકતાના આંચળા હેઠળ પ્રબોધાયેલી વાતોમાં આવી વધુ અને વધુ વિભાજીત થતા રહ્યા છીએ.
આ વિભાજીત માનસિકતાનો લાભ આજના સત્તા ભૂખ્યા રાજકારણીઓ ચાલાકી પૂર્વક પ્રદેશવાદને નામે લઈ લોકોને ગુમરાહ બનાવ્યે રાખે છે. 
જેના જીવંત ઉદાહરણ રૂપે બાલ ઠાકરેની શિવ સેના અને હવે રાજ ઠાકરે તેનાથી પણ વધુ આક્રમક બની મહારાષ્ટ્ર માત્ર મહારાષ્ટ્રીયન માટે જ નો નારો બુલદ બનાવી અન્ય પ્રદેશના લોકોમા ભય ફેલાવી મુબઈ છોડવા મજ્બૂર બનાવી રહ્યા છે અને સત્તાધીશો અકળ મૌન ધરી આ તમાશો જોઈ રહ્યા છે !
તે જ રીતે દક્ષિણમા કરૂણાનીધિ, પૂર્વમાં મમતા બેનરજી, 
ઉતર પ્રદેશમાં માયાવતી , મુલાયમ, અને અમરસિંહ  બિહારમાં લાલુ અને નિતિશ કુમાર 
( હમણા તાજે તરમાં જ બિહારને સ્વાયત્તા આપવાની માંગણી કરેલી )   પંજાબમાં ખાલીસ્તાનની ભિંડરણવાલાની  માંગણી યાદ આવે છે ને ? જમ્મુ-કાશ્મીરની પણ સવાયત્તાની માંગણી ઉભી જ છે.
 આ તમામ સત્તા ભૂખ્યા સ્વાર્થી રાજકારણીઓ પોતાનો રોટલો પકવવા આવી બેહુદી માંગણી કરી લોકોને ઉશ્કેરી જાહેર મિલ્ક્તોને જે નુકશાન કરાવે છે જે અબજો રૂપિયાનું થવા જાય છે.
હમણાં જ તાજેતરમાં જ વિયેનામાં શિખ ધર્મ ગૂરુની હત્યા થતાં પંજાબમાં તેની સામે
વિરોધ પ્રદર્શિત કરવા લોકોએ જે રીતે જાહેર મિલ્કતોને અબજો રૂપિયાનું નુકશાન કર્યું 
તેની પાછળ પણ કાં તો કોઈ ધર્મ ગૂરુ અથવા કોઈ રાજકારણીનો જ હાથ હોવાનું માનવાને કારણ રહે છે.
તે જ રીતે રેલ્વે એ બિહારમાં સ્ટોપેજ નહિ આપતા આખી ટ્રેન સળગાવી નાખવા 
પાછળ પણ રાજકારણી જ હોવાની પૂરી સંભાવના રહે છે.
એમ કહેવાય છે કે હિન્દુ કોઈ ધર્મ નથી પણ એક વ્યવસ્થા છે- 
વહેતો ધર્મ છે. અને અતિ સહિષ્ણુ અને સમતા તથા ધૈર્ય ધરાવનાર દુનિયાભરમાં આવો કોઈ ધર્મ થયો નથી. આ ધાર્મિક વ્યવસ્થામાં 32 કોટી દેવતાઓ છે તેમ માનવા અને મનાવવામાં આવે છે. ટૂકમાં પથ્થર એટ્લા ભગવાન માની પુજવા-પુજાવવામાં આવે છે. તેમ છતાં આ જ ધર્મમાં છૂતા છુત પણ અસીમ કક્ષા સુધીની છે. અસ્પૃશ્યતા નાબુદ કરવાની ઝુંબેશ કે મંદિરોમાં દલિતોના પ્રવેશ માટે ચળવળ હાથ ધરનાર  ગાંધીજી જેવી વિભૂતિને પણ ધારી સફળતા મળી નહિ હતી. અને જો ધર્મ પરિવર્તન દુનિયા ભરના દેશોમાં જે થયા છે તેની ગણત્રી કરવામાં આવે તો વધુમાં વધુ લોકો હિન્દુ ધર્મ છોડી અન્ય ધર્મ્ અંગિકાર કરતા જણાય છે. આવા ધર્મ પરિવર્તન સામે હિન્દુ સાધુ-સંતો  રાજકારણીઓ પોતાના હેતુ સિધ્ધ કરવા સામન્ય લોકોને હથિયાર (TOOL)બનાવી  અવાજ ઉઠાવે છે પણ હિન્દુ ધર્મમાં રહેલી નબળાઈઓ દૂર કરી પરિવર્તન કરવા કે કરાવવા કોઈ પ્રયાસ કરતા ક્યારેય જણાયા નથી. અરે હિન્દુ ધર્મ છોડી અન્ય ધર્મ અંગિકાર કરનાર વ્યકતિને ફરી હિંદુ ધર્મમાં પરત આવવા ઈચ્છા થાય તો તેમ કરવાની રજા નથી. 
પરિણામે દલિતોમાં થી વધુ અને વધુ ધર્મ પરિવર્તન થયેલા જણાય છે. 
અને આમ વિભાજન વધુ છેક તળીયા સુધી તીવ્રતાથી પહોંચેલુ જણાય છે.
વળી આ કહેવાતા સાધુ-સંતો કે સંપ્રદાયના વડાઓ કે રાજકારણીઓએ વિભાજિત પ્રજાને એક થવા કોઈ પ્રેરણા આપી હોઈ કે એ દિશામાં કોઈ પ્રયાસ કર્યા  હોઈ તેવું જાણવા મળતું નથી. 
હંમેશા લોકોને વિભાજિત કેમ રાખી શકાય તેની સાઝીશ કરતા રહ્યા હોય તેમ માનવાને કારણ રહે છે.
પરિણામે આપણે ક્યારેય ભારતીય  નહિ બની શક્યા. આપણી ઓળખ સૌ પ્રથમ જ્ઞાતિ, બાદ સંપ્રદાય, અને  સમાજ, પછી પ્રદેશ, અને બાદ જિલ્લો, અને રાજ્ય, અને છેક છેલ્લે દેશ,
 અર્થાત (ભારતીય) આવતા રહ્યા છે જે એક કરૂણ પરિસ્થિતિ છે.
ઉપરાંત આપણે આપણને હિન્દુ તરીકે  પણ છેક છેલ્લે જ  ઓળખાવીએ  છીએ.
સૌ પ્રથમ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ, બાદ ગોત્ર, પછી કુલદેવતા, બાદ સંપ્રદાય અને ગુરૂ, અને અંતમાં હિન્દુ ! કેટલાક  રાજકારણીઓ પોતાના સ્થાપિત હિતોના રક્ષણ માટે પોતાની  જાતને બિનસાંપ્રદાયિક ગણાવવા બહુમતિની ભારોભાર અવગણના અને અન્યાય કરી રહ્યા છે
જે હવે દીવા જેવું સ્પષ્ટ બની ચૂક્યું છે. અને લઘુમતિનો એક વર્ગ પણ આ સાઝિશ સમજતો થયો છે !
હમણાં થોડા સમય પહેલાં જ મોરારીબાપુએ મહુવા મુકામે વિશ્વધર્મ સંગોષ્ઠિ યોજેલ જેમાં દલાઈલામા જેવા અને અનેક સાધુ-સંતો હાજર રહેલ આ સંગોષ્ઠિમાં જે  ચર્ચાઓ કરવામાં આવી હોય તેની સાથે  અથવા અલગથી આ દેશમાં પ્રવર્તતા 30000/- સંપ્રદાયોને એક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હોત તો અને સાથો સાથ ઈશ્વરની વિભાવના દરેક માટે એક જ હોઈ શકે તેવો વિચાર વહેતો કરવામાં આવ્યો હોત તો લાંબા ગાળે કદાચ સમાજના તમામ લોકો વચ્ચે એકતા સિધ્ધ કરી શકવાની શક્યતા ઉભી થઈ શકી હોત તેમ માનવાને કારણ રહે છે. જો આ દેશમાં ખરેખર સામાન્ય લોકો વચ્ચે એકતા પ્રગટાવવી હોય તો તે કાર્ય આવા ધાર્મિક વકતાઓએ જ પહેલ કરવી રહેશે તેમ હું બહુ દ્રધ રીતે માનું છું !  આ માટે આ દેશના ધાર્મિક- આધ્યાત્મિક અને સંપ્રદાયોના વડાઓ એક બની પ્રજાને એકતા કેળવવા ક્યારે ય દોરશે ખરા ?
આ સામે અન્ય દેશોનો અને ત્યાં પ્રવર્તતા ધર્મનો અભ્યાસ કરવામાં આવે તો સ્પષ્ટ રીતે દ્ર્ષ્ટિ ગોચર થાય છે કે મૂળ ધર્મ માંથી વિભાજિત થયા હોય તેવા વધુમાં વધુ બે કે ત્રણ ફાંટા પડેલા જોવા મળશે  તેમ છતાં દરેકનો ઈશ્વર તો એકજ રહે છે ! પરિણામે એ પ્રજામાં લોખંડી એકતા જોવા મળે છે ! અને આ ધર્મોમાં કોઈ પણ વ્યકતિ ધર્મ કે ઈશ્વરને નામે વિભાજન કરવા ધારે તો પણ સફળ થઈ શકે તેમ નથી.
ઉપર જોયું તેમ કમનસીબે આપણાં દેશમાં વંશ પરંપરાગત માલિકી ધોરણે રાજગાદી કે સંપ્રદાયના વડાનું સ્થાન નિશ્ચિત થતું રહ્યું છે અને જે પરંપરા આજે પણ વધતે/ઘટતે અંશે ચાલુ જ રહી છે. પરિણામે હમણાં  જ થયેલી ચૂટણીમાં સત્તા મેળવવા જે રમતો રમાઈ તે સ્પષ્ટ દર્શાવે છે કે આપણા આ કહેવાતી એક દેશ કે એક્તાની વાતો માત્ર અને માત્ર ભ્રમણા છે દરેકને કોઈ પણ ભોગે સત્તાધીશ બની રહેવું છે અને તે માટે દેશના ગમે તેટલા ટૂકડા થાય તેની જરા પણ પરવા કે ચિંતા નથી. આ પરિણામોથી ચૂટાયેલા લગભગ 300 થી વધારે સાંસદો કરોડ પતિઓ છે અને 40% ઉપરાંત સભ્યો વંશ પરંપરાથી ચૂંટાયેલા છે કે જેમના બાપદાદાઓ કે નજીકના સગાઓ અગાઉ રાજકારણ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા અને આજે પણ છે  અને જેમને મન રાજકારણ વગર રોકાણે  કમાણી કરવાનું જબર જસ્ત સાધન/ધંધો  બની રહ્યું છે.
આવનારા દિવસોમાં આ કરોડપતિ સાંસદો આ દેશના કરોડો ગરીબો માટે કાર્ય કરવાના છે અને તેમને રોજી-રોટી આપવાના છે. કેટલી વાહિયાત વાત લાગે છે !
આગળ કહ્યું તેમ આપણે ક્યારેય કોઈ બહારના દેશો ઉપર આક્રમણ કર્યું નથી. પરંતુ સાથોસાથ આપણે ક્યારે ય અંદરો અંદર લડવામાંથી નવરા પણ પડ્યા નથી. આપણો ઈતિહાસ તપાસો જે માહોં માહેં  વાતવાતમાં લડ્યા કરતો, કપાઈ મરતો, પેઢી-દર-પેઢી વેરઝેર ઓકતો, જોવા મળે છે.પરાકાષ્ટા તો ત્યારે આવે છે કે આવા ટૂકી બુધ્ધિના, બે જવાબદાર ,અને નજીવી અને ક્ષુલ્લ્ક વાતોમાં વટનો સવાલ બનાવી અંદરો અંદર લડી કપાઈ મરનારા લોકોના પાળીયા બનાવી ગામડે ગામડે સુરાપુરા તરીકે તો કોઈ સ્થળેકુળ દેવતા તરીકે પૂજાતા જોવા મળે છે.
આટલું ઓછું હોય તેમ પોતાના અંગત વેરઝેર વાળવા વિદેશીઓને આપણાં દેશ ઉપર આક્મણ કરવાના નિમંત્રણો પાઠવનારા અમીચંદો પણ આજ ધરતી ઉપર પાક્યા છે. અને એક વાર નહિ અનેક વાર આ દેશ ઉપર 20000-25000 માઈલના અંતરેથી  પગપાળા , અશ્વો કે ઉંટ ઉપર આવી અનેક રજવાડાઓને હરાવી, મંદિરો તોડનારા, લૂટનારા આક્રમકોને આપણે એક-સંપ કે એકતા કેળવી કયારેય પડકાર્યા પણ નથી. અરે આ રીતે આવનારા આક્ર્મકોને માર્ગ-રસ્તા દેખાડનાર ખેપીયા તરીકે આપણાં જ રજવાડાઓએ ભાગ ભજ્વ્યો છે.!
ટૂંકમાં આપણાં દેશનો ઈતિહાસ અંદરો અંદર લડતી પ્રજા,  ટૂકી બુધ્ધિ વાળા, નજીવી અને ક્ષુલ્લ્ક વાતોમાં અહમના ટકરાવથી લડવા નીકળી પડનારી, વિભાજીત પ્રજાનો ઈતિહાસ ! જ્યાં આપણી માનસિકતા જ વિભાજનવાદી બનાવવામાં જે તે સમયના સાધુ-સંતો અને સંપ્રદાયના વડાઓએ મહત્ત્વનો ભાગ ભજ્વ્યો છે ત્યાં રાજકારણીઓ અને સત્તાપિપાસુઓને તો બગાસું ખાતા પતાસું મળી ગયાનો આનંદ આવે છે ! આ રાજકારણીઓ તો લોકોને કેમ વધુ અને વધુ વિભાજીત કરી શકાય તેના નુસ્ખા રાત્-દિવસ શોધ્યા કરે છે. સમાજના કચડાયેલા વર્ગને અને લઘુમતિને અનામત આપવાનું ગતકડું છેક તળીયા સુધી વિભાજન પહોંચાડવાની યુક્તિ સીવાય કંઈ નથી. અને આ દેશના અબુધ અને અજ્ઞાન લોકો તેનો ભોગ બનતા રહે છે.
દેશના કહેવાતા ધાર્મિક કે આધ્યાત્મિક વડાઓના મૂક આશીર્વાદ મળતા રહે છે .કારણ કે બંને વર્ગના સ્થાપિત હિતો તોજ સલામત રહી શકે અને યાવદચન્દ્ર દિવાકરો વંશ પરંપરાગત શાસન ભોગવી શકે. આ દેશની સંપત્તિનું કેન્દ્રીકરણ મંદ્દિરો સંપ્રદાયો અને રાજકારણીઓ પાસે છે જેના વડે તે સતત સત્તાધીશ બની રહેવાના સભાન અને ચાલાકી ભર્યા માર્ગે પ્રયાસો કરતા રહે છે અને સફળતા મેળવે છે.
આ વખતની ચૂંટણીમાં 300 ઉપરાંત કરોડપતિઓ અને 40% વંશપરંપરાગત સાંસદો તરીકે ચૂંટાયા છે અને આવનારા દિવસોમાં આ લોકો તથા દેશના ઉધ્યોગ પતિઓ વગેરેનું ગઠબંધન આ દેશને કઈ દિશામાં લઈ જવો તે નક્કી કરનાર છે. અને એ તો સ્વાભાવિક જ છે કે અંધારામાં પણ કોળિયો તો મોંમાજ જાય ! પોતાના સ્વાર્થી હિતોનું રક્ષણ કરવા અને પેઢી દર પેઢી સત્તામાં રહેવા આ લોકો આ દેશના સામાન્ય જનતાને ક્યારે ય એકતા સાધવા નહિ જ દે તે દિવાલ ઉપર લખાયેલું સનાતન સત્ય છે. એટલું જ નહિ સમય આવ્યે અલગ અલગ પ્રદેશ-રાજ્ય-ની ભાગ બટાઈ પણ કરી લેતા હિચકિચાટ અનુભવશે નહિ  ! આવનારા ચાર કે છ દસકામાં આ દેશ ફરીને 600 કે વધારે રજવાડામાં વહેંચાય જવાની પૂરેપૂરી સંભાવના છે- હા  આ વખતે રજવાડાઓનો ઠાઠ માઠ આધુનિક વાઘા અને નવા લોકો દ્વારા થવાની ભરપૂર શક્યતાઓ છે. આવનારા દિવસોમાં એક રાજ્યમાંથી બીજા રાજયમાં જવા માટે પાસપોર્ટ અને વીસાની પણ જરૂર પડશે તેમ હાલના કેટલાક રાજકારણીઓના ઉચ્ચારો પરથી સ્પષ્ટ જણાય્ રહ્યું છે !
ટૂંકમાં હાલના લક્ષણો ઉપરથી એટલું જરૂર કહી શકાય કે આવનારા દિવસોમાં ઈતિહાસનું પુનરાવર્તન થવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે. 
અને આપણી ઉપલક દ્ર્ષ્ટીએ દેખાતી એકતા કેટલી પોકળ-ભ્રામક  છે તે છ્તું થતું રહે છે !
facebook-friends forever

સોમવાર, 1 ઑગસ્ટ, 2011

હું એવો નથી

શબ્દ થઇ છેતરું એવો નથી
અર્થ માફક અવતરું એવો નથી
ક્ષણ બધીય સાચવું છું એટલે
હું અકારણ સાંભરું એવો નથી
કોઈ પુલકિત ઓષ્ઠના પોલાણમાં 
મૌન માફક વિસ્તરું એવો નથી.
સ્પસ્ટ કારણ કોઈ ને કહેતો નથી
જાતને હલકી કરું એવો નથી.
છું ગમે તેવો છતાય અલ્પ છું.
શ્વાસ માટે કરગરું એવો નથી.
ને શબ્દ માટે છેતરું એવોય નથી.
                           
                           વસંત બારોટ
                             (એક મિત્ર)

તમે છો

ખળખળ વહેતી પાળના ભીતર,
લીલોછમ ઉલ્લાસ તમે છો,
દેહ સ્વરૂપે અલગ આપણે,
યુગ-યુગનો સહવાસ તમે છો,
આત્મા નો ઉલ્લાસ તમે છો,
વિસ્તરતું આકાશ તમે છો,
સંધ્યાનું આકાશ તમે છો,
ઝગમગતી જ્યોતના પ્રકાશ તમે છો,
ટમટમતી રાત્રીનો ઉજાસ તમે છો,
વિસ્તરતા સમયનો સાદ તમે છો,
મંદિરનો પ્રસાદ તમે છો,
.............................................    
                                                            "વસંત બારોટ" દ્વારા તેને ગમતી વ્યક્તિ માટે...
............................................. 
જયારે આપણને કોઈ વ્યક્તિ પાસેથી જીવનની નવી દિશા કે  માનસિક  શક્તિ મળે
તે તમામ આપને આ શબ્દોથી તેમને સન્માનિત કરી શકો છો.