શબ્દ થઇ છેતરું એવો નથી
અર્થ માફક અવતરું એવો નથી
ક્ષણ બધીય સાચવું છું એટલે
હું અકારણ સાંભરું એવો નથી
કોઈ પુલકિત ઓષ્ઠના પોલાણમાં
મૌન માફક વિસ્તરું એવો નથી.
સ્પસ્ટ કારણ કોઈ ને કહેતો નથી
જાતને હલકી કરું એવો નથી.
છું ગમે તેવો છતાય અલ્પ છું.
શ્વાસ માટે કરગરું એવો નથી.
ને શબ્દ માટે છેતરું એવોય નથી.
વસંત બારોટ
(એક મિત્ર)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો