સૌ સમસ્યા નો તોડ ગુજરાતી ,
કૈક અચ્છો...કૈક અળગો ગુજરાતી ,
એકડાનો કરે બગડો ગુજરાતી ,
નમ્રતાનું બોનસ ગુજરાતી ,
સિદ્ધિઓ ની વડવાઈ ગુજરાતી ,
લોટો લઇ દઈ દે ઘડો એ ગુજરાતી,
વખત પડે ત્યાં ખાડો ગુજરાતી ,દુશ્મનને પડે ભારે ગુજરાતી,
ફાફડા, ઢોકળા, ધરી, ગુજરાતી ,
હરકદમ પર વેલકમ ગુજરાતી ,
મહેમાનનું પહેલું પતરાળું ગુજરાતી,
છેલ્લે જ પોતાનું વાળું ગુજરાતી ,
ગાંધી, મુનશી, સરદાર ગુજરાતી ,
ક્ષિતિજ ની પેલે પર ગુજરાતી ,
હા અમે ગુજરાતી , હા અમે ગુજરાતી ,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો