મારા મતે

મિત્રો, દરેક વ્યક્તિ ને પોતાના વ્યક્તિગત વિચારો હોય છે. પણ યોગ્ય પ્લેટફોર્મ ના મળવાને કારણે ઘણા લોકો પોતાના વિચારો અથવા સંશોધનોને માત્ર સંઘરી રાખે છે.પરંતુ આજના આધુનિક યુગની વાત કરીએ તો વિચારોને પ્રદર્શિત કરવા માટે ઈન્ટરનેટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. જેમાં પોતાના બ્લોગ એકાઉંટ દ્વારા આપ આપના વિચારોને વિશ્વ સમક્ષ રજુ કરી શકો છો.

શુક્રવાર, 29 જુલાઈ, 2011

સફળતા અને ટીકા

          સફળ વ્યક્તિઓએ સૌથી મોટી સજ્જનતા કેળવવાની હોય તો તે છે...ટીકાકારોનો સામનો કરવાની.
            ટીકાખોરો એમની માત્ર ટીકા જ કરતા નથી પરંતુ એ ટીકાને વધુ માં વધુ જાહેર અને જાણીતી કરવાની કોશીશ પણ કરે છે. કોઈકવાર કાનાફૂસીથી, કોઈકવાર છાના છપની રીતે તો કોઈકવાર ખોટો રસ્તો અજમાવીને પણ તે પોતાના નીન્દારાસને તૃપ્ત કરતો હોય છે. આવી વ્યક્તિનું લક્ષ્ય જ બીજા વ્યક્તિની ટીકા કરવાનું હોય છે. અને તેથી એ સમય જતા પોતાના જ ટીકાકારો થી ઘેરાઈ જતો હોય છે.
                 ઓછામાં ઓછો પરિશ્રમ કરનારાઓ ટીકા કરવાનો વધુ ને વધુ શ્રમ લેતા હોય છે. મનમાં વેર અને ઝેર રાખનારાઓ એને વધારવા માટે નિંદાનો ઉપયોગ કરતા હોય છે. આગળ વધી ગયેલી વ્યક્તિને પાછા પાડવાની શક્તિ ના હોય, ત્યારે તેની આલોચના કરીને એને પછી પાડવાનો વ્યર્થ પ્રયાસ કરતા હોય છે. દરેક વ્યક્તિએ પણ આવા ટીકાની ઉપેક્ષા કરવી જોઈએ. એમની રુગ્ણ મનોવૃત્તિ પરત્વે દયા ખાવી જોઈએ. એમની માનશીક દુર્દશા માટે સહાનુભુતિ કેળવવી જોઈએ. અને ટીકાકારોને જવાબ આપવાનો સૌથી મોટો જવાબ એક જ હોય છે...કે પ્રગતીના પથ પર વધુ ને વધુ આગળ વધવું...

ટિપ્પણીઓ નથી: